માનવ કલ્યાણ યોજના
આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યકિતઓ/કારીગરોની આર્થીક સ્થિતિ સુધારવા માટેની અગાઉની સ્વરોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૭૯ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૬૮૦૦૦/- ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય રૂ.૬૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે.
પાત્રતાઃ
૧ ઊંમર: ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
૨ આવક મર્યાદા:
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. આ લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
અથવા
અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૬૮૦૦૦/- હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
નાણાંકીય સહાયઃ-
રૂ.૬૦૦૦/- ની મર્યાદામાં લાભાર્થી દીઠ સાધન ઓજારના સ્વરૂપમાં.
સંપર્કઃ સબંધિત જિલ્લા ઉઘોગ કેન્દ્ર
માનવકલ્યાણ યોજના અન્વયે સ્વરોજગારી માટેના લાભાર્થીઓનું અરજી ફોર્મ
માનવ કલ્યાણ યોજના – ટુલકીટ્સ
Click below मानव कल्याण योजना
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
balasinor gujarat