સોમવાર, 9 મે, 2016

विविध कल्याणकारी सहायकारी योजनाओ GJ-IND

💠💠💠💠💠💠💠💠
સહાયકારી યોજનાઓની માહિતી
♻♻♻♻♻♻♻♻

ગુજરાત સરકારની વિવિધ ક્ષેત્રે ચાલતી કેટલીક લોક ઉપયોગી અને મહત્વની જોગવાઇઓ તેમજ સહાયકારી યોજનાઓ અને તે યોજનામાં અપાતી સહાયની છેલ્લામાં છેલ્લા થયેલા ફેરફાર મુજબની માહિતી ટૂંકમાં આપવાનો આ પ્રયાસ માત્ર છે. જેથીે આ યોજના વિશે સારી જાણકારી મળી શકે..
👇👇👇👇👇👇👇

👉1) પોલીસ ભરતી સહિતની તમામ સરકારી ભરતીમાં 33 ટકા મહિલા અનામત

👉2) રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં મહિલા અનામત 50 ટકા કરાઇ.

👉👉3) મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ મંડળીઓને દૂધઘર માટે રૂ. 1 (એક રૂપિયો) ના ટોકન દરે 300 ચો.વા.સરકારી પડતર જમીન 15 વર્ષના ભાડા પટ્ટે આપવાની જોગવાઇ.

👉4) જો ગુજરાતની દીકરી આઇ.એ.એસ. ની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરે તો મુખ્ય પરીક્ષાની તૈયારી માટે રૂ. 60,000/- અને ઇન્ટરવ્યું માટે રૂ. 30,000/- ની રોકડ સહાયની નવીન યોજના.

👉5) નારી સુરક્ષા માટે '181 અભયમ્' રાજ્યવ્યાપી મહિલા હેલ્પ લાઇન

👉👉6) નાના અને સિમાન્ત ખેડૂતો માટે ટપક સિંચાઇના સહાયનું ધોરણ 60 ટકા કરેલ છે. જ્યારે અનુસૂચિતજાતિ અને અનુસૂચિતજનજાતીના ખેડૂતો માટે સહાય ધોરણ 70 ટકાનું કરેલ છે.

👉7) સામૂહિક શૌચાલાય માટે કેન્દ્ર સરકારના રૂ. 12,000/- અને ગુજરાત સરકારના રૂ. 18,000/- એમ કુલ મળીને પ્રતિ યુનિટ રૂ. 30,000/- ની સહાય યોજના.

👉8) ધો- 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 500/- શિષ્યવૃત્તિ કરાઇ.

👉8) કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય રૂ. 10,000/-(બે દીકરીઓ સુધી)

👉9) વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જનજતિના વિદ્યાર્થીઓને 4 ટકાના દરે રૂ. 15 લાખ સુધીની લોન સહાય.

👉10) કોમર્શિયલ પાઇલોટની તાલીમ માટે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને 4 ટકાના દરે રૂ. 25 લાખ સુધીની લોન સહાય.

👉11) અનૂસૂચિતજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની વિવિધ કલ્યાણકારી યોજનઓ માટેની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 47,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 68,000/- કરવામાં આવેલ છે .

👉12) ડૉ. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન માટેની સહાય રૂ. 70,000/- છે.

👉13) અનુસૂચિતજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અબ્યાસ માટે રૂ. 15 લાખ સુધીની લોન સહાય.

👉14) ધો-12 માં 70 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ટેબ્લેટ આપવાની યોજના.

👉15) યુ.પી.એસ.સી. મુખ્ય પરીક્ષા માટે અનુસૂચિત જાતિના કુમારોને રૂ. 50,000/- અને કન્યાઓને રૂ. 60,000/- જ્યારે ઇન્ટરવ્યૂ માટે કુમારોને રૂ. 25,000/- અને કન્યાઓને રૂ. 30,000/- ની સહાય.

👉👉16) ધો-10 માં 70 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર અનુસૂચિતજાતિ કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગુજકેટ/નીટ/પીએમટી/જેઇઇની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે રૂ. 20,000/-કોચીંગ સહાય આપવાની યોજના.

👉17) અનુસૂચિતજાતિ કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયોમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ટેલેન્ટ પુલનું નિર્માણ કરી વિદ્યાર્થી દીઠ રૂ. 40,000/- સહાય આપવાની યોજના.

👉18) રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ પ્રતિ માસ રૂ. 400/- ની સહાય મળવા પાત્ર છે.

👉19) આઇ.ટી.આઇ. પાસ યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે રૂ. 1 (એક) લાખ સુધીની લોન સહાય અને લોન ઉપર 7 (સાત) ટકાની વ્યાજ સહાય ત્રણ વર્ષ સુધી

👉20) ખેડૂત ખાતેદારોને ગામના નમૂના નં -7 અને 8 ની નકલો વર્ષમાં એકવાર વિના મૂલ્યે મળશે.

મંગળવાર, 3 મે, 2016

CCC REGISTRATION 2016 VNSGU

🎾CCC रजिस्ट्रेशन-2016🎾

दक्षिण गुजरात Government Employees माटे खास

Memorandum Submit on
ता: 3-5-2016 थी 9-5-2016

Registration 👇�
http://www.vnsgu.ac.in/dept/gtu/index.php

Sign Up 👇�
http://vnsgu.ac.in/online/ccc/

🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏
http://mahendrasinh0.blogspot.in

All in one Most IMP Link

આ માહિતી તમામ માટે ઉપયોગી છે. આપણે રોજબરોજના જીવનમાં ચુટણીકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ વગેરેની જરૂર પડતી હોય છે. તો તેમની માહિતી ઓનલાઈન હવે તમે જોઈ શકો છો. હવે તો સ્માર્ટફોન અને ઈન્ટરનેટ સાથે તે સહેલું થઈ ગયુ છે. રોજબરોજ ઉપયોગી થાય તેથી આ પોસ્ટને સેવ કરીને રાખો. તો કઈ-કઈ વસ્તુઓ તમારા માટે છે? તેની માહિતી અને લીંક નીચે મુકેલ છે.

- આગળની તમામ ટેક્નોલોજીની પોસ્ટ જોવા :- ક્લિક કરો

(1). મતદારયાદીમાં તમારૂ નામ, ક્રમ નંબર, ભાગ નંબર શોધો. બસ તમારે જરૂર છે તમારા ચુટણીકાર્ડ નંબરની. તે પણ નથી તો તમારા નામ પરથી પણ શોધી શકશો. નીચે ક્લિક કરો
→ http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx

(2). તમારૂ નામ અને રેશનકાર્ડ નંબર શોધો ઓનલાઈન. નીચેની લીંક પર Go પર ક્લિક કરીને તમારો જીલ્લો, પછી તાલુકો અને ગામ પસંદ કરો. પછી નંબર પર ક્લિક કરતા આખા ગામની રેશનકાર્ડ યાદી બતાવશે. ક્લિક કરો નીચે.
http://ipds.gujarat.gov.in/Register/frm_RationCardAbstract.aspx

(3). આધારકાર્ડનું Status જાણો. તમે આધારકાર્ડ તમારા નજીકના સ્થળ પરથી કઢાવ્યુ છે પણ તે ઘરે પોસ્ટ દ્વારા ના પણ પહોંચે. તો તમે જાણો કે આધારકાર્ડ બની ગયુ છે કે નહી. આ માટે 14 આકડાંનો રજીસ્ટ્રેશન નંબર જોશે જે તમને મળેલ હશે. ક્લિક કરો નીચે.
→ https://resident.uidai.net.in/check-aadhaar-status

(4). આધારકાર્ડને બેંક કે ગેસ કનેક્શન સાથે લીંક કરવા તમે તેની નકલ આપી હશે. તો લીંક થયુ કે નહી તે જાણવા નીચેની લીંક પર ક્લિક કરો. આ માટે તમારો આધારકાર્ડ નંબર જોશે.
→ https://resident.uidai.net.in/check-aadhaar-linking-status

(5). તમારા પાનકાર્ડનું Status જાણો. ક્લિક કરો નીચે.
→ https://incometaxindiaefiling.gov.in/e-Filing/Services/KnowYourJurisdiction.html

(6). તમારૂ ઓનલાઈન રેશનકાર્ડ કેમ ડાઉનલોડ કરશો? તમામ માહિતી ગુજરાતીમાં જાણો. ક્લિક કરો.
→ http://www.vishalvigyan.in/2015/09/how-to-get-online-rashan-card.html

(7). આધારકાર્ડ નથી આવ્યુ? તો ડાઉનલોડ કરો તેને ઓનલાઈન. જાણો માહિતી ગુજરાતીમાં ક્લિક કરો
→ http://www.vishalvigyan.in/2015/10/online-aadhaar-card-download.html

(8). ઘેર બેઠા આધારકાર્ડમાં ભૂલો સુધારો ઓનલાઈન. ગુજરાતીમાં માહિતી. ક્લિક કરો નીચે
http://www.vishalvigyan.in/2015/10/aadhar-card-mistake-at-home-vishalvigyan.html

તમને માહિતી ગમી હોય તો શેર કરજો. તમારી કોમેન્ટ નીચે જરૂર લખજો.

સોમવાર, 2 મે, 2016

MKY मानव कल्याण योजना गुजरात सरकार

માનવ કલ્યાણ યોજના

આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્‍યકિતઓ/કારીગરોની આર્થીક સ્‍થિતિ સુધારવા માટેની અગાઉની સ્‍વરોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૭૯ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૪૭૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૬૮૦૦૦/- ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય રૂ.૬૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે.

પાત્રતાઃ

૧      ઊંમર:          ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ

૨      આવક મર્યાદા:

ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. આ લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.

અથવા

અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૪૭૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૬૮૦૦૦/- હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

નાણાંકીય સહાયઃ-

રૂ.૬૦૦૦/- ની મર્યાદામાં લાભાર્થી દીઠ સાધન ઓજારના સ્‍વરૂપમાં.

સંપર્કઃ સબંધિત જિલ્લા ઉઘોગ કેન્‍દ્ર

    માનવકલ્‍યાણ યોજના અન્‍વયે સ્‍વરોજગારી માટેના લાભાર્થીઓનું અરજી ફોર્મ
    માનવ કલ્‍યાણ યોજના – ટુલકીટ્સ

Click below मानव कल्याण योजना

MKY योजना  79 Trade List

MKY अरजीफोर्म