સોમવાર, 9 મે, 2016

विविध कल्याणकारी सहायकारी योजनाओ GJ-IND

💠💠💠💠💠💠💠💠
સહાયકારી યોજનાઓની માહિતી
♻♻♻♻♻♻♻♻

ગુજરાત સરકારની વિવિધ ક્ષેત્રે ચાલતી કેટલીક લોક ઉપયોગી અને મહત્વની જોગવાઇઓ તેમજ સહાયકારી યોજનાઓ અને તે યોજનામાં અપાતી સહાયની છેલ્લામાં છેલ્લા થયેલા ફેરફાર મુજબની માહિતી ટૂંકમાં આપવાનો આ પ્રયાસ માત્ર છે. જેથીે આ યોજના વિશે સારી જાણકારી મળી શકે..
👇👇👇👇👇👇👇

👉1) પોલીસ ભરતી સહિતની તમામ સરકારી ભરતીમાં 33 ટકા મહિલા અનામત

👉2) રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં મહિલા અનામત 50 ટકા કરાઇ.

👉👉3) મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ મંડળીઓને દૂધઘર માટે રૂ. 1 (એક રૂપિયો) ના ટોકન દરે 300 ચો.વા.સરકારી પડતર જમીન 15 વર્ષના ભાડા પટ્ટે આપવાની જોગવાઇ.

👉4) જો ગુજરાતની દીકરી આઇ.એ.એસ. ની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરે તો મુખ્ય પરીક્ષાની તૈયારી માટે રૂ. 60,000/- અને ઇન્ટરવ્યું માટે રૂ. 30,000/- ની રોકડ સહાયની નવીન યોજના.

👉5) નારી સુરક્ષા માટે '181 અભયમ્' રાજ્યવ્યાપી મહિલા હેલ્પ લાઇન

👉👉6) નાના અને સિમાન્ત ખેડૂતો માટે ટપક સિંચાઇના સહાયનું ધોરણ 60 ટકા કરેલ છે. જ્યારે અનુસૂચિતજાતિ અને અનુસૂચિતજનજાતીના ખેડૂતો માટે સહાય ધોરણ 70 ટકાનું કરેલ છે.

👉7) સામૂહિક શૌચાલાય માટે કેન્દ્ર સરકારના રૂ. 12,000/- અને ગુજરાત સરકારના રૂ. 18,000/- એમ કુલ મળીને પ્રતિ યુનિટ રૂ. 30,000/- ની સહાય યોજના.

👉8) ધો- 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 500/- શિષ્યવૃત્તિ કરાઇ.

👉8) કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય રૂ. 10,000/-(બે દીકરીઓ સુધી)

👉9) વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જનજતિના વિદ્યાર્થીઓને 4 ટકાના દરે રૂ. 15 લાખ સુધીની લોન સહાય.

👉10) કોમર્શિયલ પાઇલોટની તાલીમ માટે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને 4 ટકાના દરે રૂ. 25 લાખ સુધીની લોન સહાય.

👉11) અનૂસૂચિતજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની વિવિધ કલ્યાણકારી યોજનઓ માટેની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 47,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 68,000/- કરવામાં આવેલ છે .

👉12) ડૉ. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન માટેની સહાય રૂ. 70,000/- છે.

👉13) અનુસૂચિતજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અબ્યાસ માટે રૂ. 15 લાખ સુધીની લોન સહાય.

👉14) ધો-12 માં 70 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ટેબ્લેટ આપવાની યોજના.

👉15) યુ.પી.એસ.સી. મુખ્ય પરીક્ષા માટે અનુસૂચિત જાતિના કુમારોને રૂ. 50,000/- અને કન્યાઓને રૂ. 60,000/- જ્યારે ઇન્ટરવ્યૂ માટે કુમારોને રૂ. 25,000/- અને કન્યાઓને રૂ. 30,000/- ની સહાય.

👉👉16) ધો-10 માં 70 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર અનુસૂચિતજાતિ કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગુજકેટ/નીટ/પીએમટી/જેઇઇની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે રૂ. 20,000/-કોચીંગ સહાય આપવાની યોજના.

👉17) અનુસૂચિતજાતિ કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયોમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ટેલેન્ટ પુલનું નિર્માણ કરી વિદ્યાર્થી દીઠ રૂ. 40,000/- સહાય આપવાની યોજના.

👉18) રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ પ્રતિ માસ રૂ. 400/- ની સહાય મળવા પાત્ર છે.

👉19) આઇ.ટી.આઇ. પાસ યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે રૂ. 1 (એક) લાખ સુધીની લોન સહાય અને લોન ઉપર 7 (સાત) ટકાની વ્યાજ સહાય ત્રણ વર્ષ સુધી

👉20) ખેડૂત ખાતેદારોને ગામના નમૂના નં -7 અને 8 ની નકલો વર્ષમાં એકવાર વિના મૂલ્યે મળશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

balasinor gujarat